સપના જોવાની કોઇ કિંમત નથી હોતી, પરંતુ જોયેલા સપના પૂરા કરવાની એક કિંમત ચોક્કસ હોય છે. સમાજના ઘણા એવા યુવાનો છે જેમને પોતાની કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણા સપના જોયા હોય, પણ એ સપના પૂરા કરવા માટેની આર્થિક પરિસ્થિતિ ન હોય, તેમને સાચું માર્ગદર્શન આપવા વાળું કોઈ ન હોય.
તેમને દુનિયાની અધ્યતન ટેક્નોલૉજીથી અવગત કરાવવા વાળું કોઈ ન હોય, આવાં ઘણાં કારણોસર સમાજના ઘણા યુવાનો પોતાનાં સપનાની ઘડી વાળીને મૂકી દેતા હોય છે. આવનારી પેઢી પોતાના મનપસંદ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવીને પોતાના પરિવાર, ઠાકોર સમાજ અને દેશનું નામ રોશન કરે અને જમાના સાથે તાલ મિલાવીને ચાલે અને આત્મનિર્ભર બને તે બી. એમ. ઠાકોર એજ્યુકેશનલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે.
આ ટ્રસ્ટ ઠાકોર સમાજના યુવાનો ને સક્ષમ બનાવવાના એવા દરેક કાર્યો કરશે જેથી યુવાન પેઢીની કારકિર્દીના એક મજબૂત પાયાનું નિર્માણ થાય.
આ વિચારને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ પ્રી-સ્કૂલથી લઇને 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ સહાયતા પ્રદાન કરે છે. જેમાં અમારો ધ્યેય છે કે દરેક બાળકને ગુણવત્તાસભર ભણતર, યોગ્ય માર્ગદર્શન, જરૂરી શૈક્ષણિક સાધનો મળે તથા નિયમિત પ્રગતિની નોંધ પણ લેવામાં આવે. જેથી દરેક બાળકને ભણતર માટે સાચો પાયો, સાચું વાતાવરણ, અને સાચી દિશા મળી શકે. ઘણા બાળકોમાં કૌશલ્ય હોય છે, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ તેમની આગળની સફરને અટકાવે છે.
તેથી જ અમે તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રદાન કરીએ છીએ, જેથી કોઈપણ બાળક માત્ર આર્થિક ખેંચને કારણે શિક્ષણથી વંચિત ન રહે. તે ઉપરાંત માત્ર સ્કોલરશિપજ નહીં, અમે ખાસ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ
શહેર હોય કે ગામ, તક દરેક બાળકને મળવી જ જોઈએ, કેમકે જ્યારે શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે, ત્યારેજ સમાજનો દરેક ખૂણો પ્રકાશિત થશે, અમારો ધ્યેય માત્ર એ પ્રકાશને વધુને વધુ આગળ લઈ જવાનો છે.
ક્યાંક કોઈના મનમાં જન્મેલો નાનો વિચાર પણ દુનિયા બદલવાની શક્તિ રાખે છે. અમે માનીએ છીએ કે યુવાનોના વિચારો માત્ર સપના નથી, જો તેને સાચી દિશા અને સહયોગ મળે તો તે ભવિષ્યના મજબૂત સ્તંભ બની શકે છે.
તેથી જ અમે એવા યુવાનોને સહારો આપી રહ્યા છીએ જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, પણ ક્યાંથી શરૂઆત કરવી, શું કરવું, અથવા કોને પૂછવું તે જાણતા નથી.
અમે તેઓને વિશેષ ટ્રેનિંગ, એક્સપર્ટ વર્કશોપ્સ અને સ્ટેપ-બાય-સ્ટેપ બિઝનેસ પ્લાનિંગ વગેરે દ્વારા માર્ગદર્શન આપીએ છીએ.
જો કોઈ વ્યાપાર માટે ઓનલાઈન બિઝનેસ સેટ-અપ કરવાની જરૂર પડે તો ડિજિટલ પ્લેટફોર્ ઉપર તેમનું રજીસ્ટ્રેશન કરવા માટે પણ સહાય કરીએ છીએ.
અમારો ધ્યેય યુવાનો માત્ર એક વ્યાપાર કરવા માટે સક્ષમ બને તે પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સાચી રીતે, સાચા આત્મવિશ્વાસ સાથે, અને સાચા ઉદ્દેશ્ય સાથે આગળ વધે તે છે.
માત્ર માર્ગદર્શનજ નહીં અમે તેમને એવા લોકો સાથે પણ જોડીએ છીએ જે તેમના વિચારોમાં રોકાણ કરીને તેમને ઉડાન આપવા તૈયાર હોય, તેમને ઇન્વેસ્ટર્સનો પણ સંપર્ક કરી આપીએ છીએ. કારણ કે ક્યારેક એક નાનો આધાર પણ એક આખું સ્વપ્ન હકીકત બનાવી શકે છે. આ તમામ પ્રયત્નોનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે,
અને અમે માનીએ છીએ કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સામે જીવનની દરેક સંપત્તિ ઝાંખી છે. તેથીજ અમારું પહેલું પગલું લોકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત કરવાનું છે.
તે અંતર્ગત અમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ,જ્યાં અનુભવી ડૉક્ટરોની સલાહ અને માર્ગદર્શનમાં આંખોની તપાસ, દાંતની ચકાસણી, અને સમયસરની રસીકરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
સાથે અમે માણીએ છીએ કે માત્ર સારવાર પૂરતી નથી, સ્વાસ્થ્ય માટેની જાગૃતિ પણ એટલીજ જરૂરી છે. અમે આ કાર્યક્રમો થકી સ્વચ્છતા, પોષણ, માનસિક સ્વાસ્થ્ય, અને નિયમિત વ્યાયામ વિશે જાગૃતિ ફેલાવીએ છીએ.
કારણ કે માત્ર એક નાની જાણકારી સ્વાસ્થ્ય સંબંધી મોટી સમસ્યાને અટકાવી શકે છે, અને એક પરિવારને હજારો મુશ્કેલીઓથી બચાવી શકે છે. અમે નામાંકિત હોસ્પિટલો અને ક્લિનિક સાથે હાથ મિલાવી રોગોના ઈલાજ, દવાઓ અને સારવાર સસ્તી અને સરળ બને એ માટે કામ કરીએ છીએ. આ કાર્યક્રમો દ્વારા અમે સુનિશ્ચિત કરીએ છીએ કે
કારણ કે જ્યારે એક પરિવાર સ્વસ્થ હોય, ત્યારે એક સમાજ મજબૂત બને... અને જ્યારે સમાજ મજબૂત બને, ત્યારેજ ભવિષ્ય તેજસ્વી બને.
માત્ર સમાચાર નથી, માહિતી એ જીવન બદલી શકે તેવો એક શક્તિશાળી પ્રકાશ છે. યોગ્ય માહિતી માણસને દિશા આપે છે, સંકટોમાંથી રસ્તો બતાવે છે,અને સાચા નિર્ણયો લેવા હિંમત આપે છે. અમે લોકો સુધી સાચી, ઉપયોગી અને જીવનમાં કામ લાગે એવી માહિતી પહોંચાડવા કામ કરીએ છીએ. જેમાં સમાવેશ થાય છે સેમિનાર, વેબિનાર, વર્કશોપ અને જાહેર કાર્યક્રમો.
આ ઉપરાંત જો કોઈ કાર્યક્રમનું આયોજન કરવા ઈચ્છે તો તેમને સુવિધાજનક, સુસંચાલિત અને ઉપયોગી જગ્યા પણ ઉપલબ્ધ કરીએ છીએ.
વર્કશોપ્સ, ટ્રેનિંગ સેશન્સ, પ્રદર્શનો કે સાંસ્કૃતિક કાર્યક્રમોને યોગ્ય રીતે તૈયાર કરી આપીએ છીએ. આ સાથે અમારો ધ્યેય છે કે દરેક કાર્યક્રમ માત્ર સફળ થવા ઉપરાંત જોડાયેલા દરેક વ્યક્તિ માટે એક સકારાત્મક અનુભવ અને એક મજબૂત સમુદાયની લાગણી પણ છોડી જાય.
જ્યારે લોકો મળે, વિચારો જોડાય, અને એક સમુદાય નવી ઊર્જાથી જીવંત થઈ જાય તે અમારું લક્ષ છે. અમે એવી ઇવેન્ટ્સનું આયોજન કરીએ છીએ જે જ્ઞાન, વિકાસ અને જોડાણ – ત્રણેનું સુંદર મિશ્રણ હોય.
એજ્યુકેશન ફેરથી લઈને સ્ટાર્ટઅપ પિચ ડે, હેલ્થ કેમ્પથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો, અને અનેક એવી પ્રવૃત્તિઓ જ્યાં લોકો માત્ર હાજર ન રહે... પણ શીખે, જોડાય, અને વ્યક્તિગત રીતે વિકાસની અનુભૂતિ કરે. આયોજિત આ કાર્યક્રમો
પ્રત્યેક દિવસ એક નવી ટેક્નોલોજી, નવા વિચારો અને નવા અવસર લઈને આવે છે. આ બદલાતી દુનિયામાં પાછળ રહી જવું એ પોસાય એમ નથી તેથીજ ડિજિટલ કુશળતાનો હવે કોઈ વિકલ્પ નથી, તે ઉજ્જવળ ભવિષ્ય માટેનું પ્રથમ પગથિયું છે.
અમે વિદ્યાર્થીઓ અને યુવાનોને મૂળભૂત કમ્પ્યુટર સ્કિલ્સ, ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ, કોડિંગ, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી આધુનિક અને આવશ્યક ટેક્નોલોજીની તાલીમ આપીએ છીએ.
કારણ કે જ્યારે એક બાળક ટેક્નોલોજી સમજે છે, ત્યારે તે માત્ર પોતાની આજ નહિ.. પોતાની કાલ પણ બદલે છે. અમે સ્કૂલ અને ગામોમાં ડિજિટલ લેબ્સ સ્થાપિત કરીએ છીએ, જેથી ટેક્નોલોજી શીખવું સરળ બને.
જ્યાં બાળકો પહેલી વાર કમ્પ્યુટર સામે બેસતાં ભય નહિ, પણ ઉત્સાહ અનુભવે. જ્યાં તેઓ ક્લિક-ક્લિક કરતાં કરતાં એક આખી નવી દુનિયા શોધવા લાગે. અમારા AI અવેરનેસ પ્રોગ્રામ્સ દરેક બાળકને પરિચય આપે છે કે દુનિયા કેવી રીતે સ્માર્ટ બની રહી છે.
ઘર, શાળા, હોસ્પિટલ, કાર, મોબાઇલ...
જ્યાં જુઓ ત્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામ કરી રહ્યું છે
તેમાં તેઓ પોતે કેવી રીતે ભાગ લઈ શકે તેનાથી અવગત કરીએ છીએ.
અમે માનીએ છીએ કે સમાજ ત્યારે જ બદલાય છે જ્યારે લોકો એકસાથે આવે, શિક્ષણના પ્રકાશ થકી, નવીન વિચારો થકી, સ્વાસ્થ્યની કાળજી થકી, જ્ઞાનની શક્તિ થકી, સમુદાયને જોડતા કાર્યક્રમો અને ડિજિટલ વિકાસની નવી દિશાઓ થકી! આ તમામ પ્રયત્નો પાછળ એકજ લક્ષ છે કે - સમાજના દરેક બાળક, દરેક યુવાન અને દરેક પરિવારને એવી તક આપવી જ્યાં જીવન અને જીવનશૈલી વધુ સારી બની શકે. જ્યાં સપના માત્ર કલ્પના ન રહે, પણ હકીકતના રસ્તે ચાલે. અમારી યાત્રા લાંબી છે, પણ દરેક પગલામાં આશીર્વાદ છે, કારણ કે તેમાં આપનો સાથ છે! અમે તમને આમંત્રણ આપીએ છીએ આ પરિવર્તનની સફરમાં અમારી સાથે જોડાવાનું. જો આપનો સાથ હશે તો માર્ગ સરળ બનશે, અને બદલાવ વધુ મોટો અને વધુ અર્થસભર બનશે. ચાલો, સાથે મળીને નવો માર્ગ બનાવીએ, નવી તકો ઊભી કરીએ, અને એવી દુનિયા રચીએ જેમાં ઠાકોર સમાજના દરેક વ્યક્તિને આગળ વધવાનો અવકાશ મળે.